આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આવ્યું હતું કે સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ ત્રણ કાળા કાયદા બિલ સામે વાંધો નોંધાવા અને આ બિલ પાછા ખેંચી લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કૃષિ કાયદામાં કૃષિ ઉત્પાદન અને વેપાર વાણિજયક વિધેયક, કૃષક સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક તેમજ કૃષિ સેવા કરાર વિધેયક નામનાં ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા છે જેના વિરોધમાં ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનાં ખેડૂતો વતી આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે પોતાની જમીનમાં જ ખેડૂતો મજૂર બની જાય છે તેમજ ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે જેથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
Advertisement