કોરોના મહામારીના કારણે પ્રવાસન સ્થળો પણ બંધ છે ત્યારે ચાલુ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે જેથી સરદાર પટેલ એકતા ટ્રસ્ટને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ૪૨ માળ ઊંચી વ્યુઇંગ ગેલેરીમાંથી સાતપુડા અને વીંધ્યાચલ પર્વત માળાઓ તેમજ સરદર સરોવર નર્મદા બંધનો આહલાદક નજારો માંડતા હોય છે ત્યારે પ્રવાસીઓ ચાલુ વર્ષે આ નજારો માણી શક્યા નથી.
હાલ નર્મદા બંધમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી છે જેના કારણે સરદાર સરોવર નર્મદા બંધમાંથી પાણી છોડાઈ રહ્યું છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૨ માળ ઉપર વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર નર્મદા બંધ ઓવરફ્લોનો અદભુત નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત વરસાદી મોસમમાં વાદળોમાં ઘેરાયેલી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાનો અદભુત નજારો પણ જોવા મળ્યો છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી