અત્યારસુધીમાં તાલુકામાં કુલ આઠ કોરોના દર્દીઓના મોત થયા છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગઇકાલ અને આજે મળી કુલ સાત નવા કોરોના પોઝિટિવ કેસ આવતા કોરોના સંક્રમણ નો આંક વધી રહ્યો છે. તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૯૫ જેટલા કોરોના પોઝિટિવ કેસો બહાર આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ પૈકી અત્યાર સુધીમાં આઠ જેટલા દર્દીઓના મોત થયા છે. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકામાં ગઇકાલે મોડી સાંજે જાહેર થયેલા તેમજ આજના કુલ મળી વધુ સાત નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ગઇ તા.૧૭ મીના રોજ પોઝિટિવ આવેલા દર્દી જેસીંગભાઇ પરમાર નુ ગઇકાલે મોત થયુ છે. જયારે ગઇકાલે નવા પોઝિટિવ આવેલા કેસોમાં જયશ્રી હસમુખભાઇ પંડયા ઉ.વ ૫૭ રહે. રાજપારડી, જીજ્ઞાશા મયંકભાઇ પરમાર ડેટા ઓપરેટર સેવા રૂરલ ઉ.વ ૨૭ રહે.ઝઘડિયા તથા આજરોજ આવેલા પોઝિટિવ આવેલા કેસોમાં બાબુભાઈ પરમાર રહે. ઝઘડિયા, મહેશભાઇ પટેલ પેરામેડિકલ સ્ટાફ સેવા રૂરલ રહે. ઝઘડિયા, પ્રીતિ ભુપેન્દ્રભાઇ પ્રજાપતિ આરપીએલ કોલોની ઉ.વ ૩૫, ભદ્રા ઉમંગભાઇ પ્રજાપતિ ઉ.વ ૬૨ રહે. હરીપુરાનો સમાવેશ થાયછે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે વધી રહયો છે. જે હાલમાં ૯૫ પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. અને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધતા ઝઘડિયા તાલુકામાં કોરોનાનુ સંક્રમણ ઝડપભેર રોજીંદુ વધી રહયુ છે જેને લઇને ચિંતા ફેલાવા પામી છે. તાલુકામાં બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ ફેલાતુ હોવાની ચર્ચાઓ જાણવા મળી છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી