ભરૂચ નગરમાં વાઇપર સાપ જેવા ઝેરી સાપો જણાતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે. આ અગાઉ આસુતોષ સોસાયટીમાં વાઇપર જાતિનો અત્યંત ઝેરી સાપ જોવા મળ્યો હતો. ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યાનાં અરસામાં નારાયણ ગાર્ડન, શ્રવણ ચોકડી વિસ્તારમાં વાઇપર સાપ જણાતા રહીશોએ ગણતરીના સમયમાં કામધેનુ ગૌરક્ષા સમિતિના સભ્ય હરેશ બ્રહ્મભટ્ટને જાણ કરાતા તેઓએ વાઇપર સાપને ઝડપી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકયો હતો.
Advertisement