Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : પંચામૃત ડેરીનાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચુંટાયા.

Share

પંચમહાલ જીલ્લા પશુપાલકોની જીવાદોરી સમાન એવી પંચામૃત ડેરી ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચામૃત ડેરી છે. જે પંચમહાલ, મહિસાગર, દાહોદ જીલ્લાના પશુપાલકો માટે આર્શિવાદ સમાન છે. આજે સોમવારના રોજ પ્રાંત અધિકારી અને બોર્ડ ઓફ ડીરેકટર્સની હાજરીમાં ચેરમેન પદની ચુંટણીમાં જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. જેઠાભાઇ સતત ચોથી વખત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિન હરીફ ચુંટાયા છે. ચેરમેન પદે વરણી થતા ડેરીના કેમ્પસમાં સ્થાનિક કલાકારો દ્વારા ગફુલી નૃત્યની રમઝટ જમાવીને તેમનું સ્વાગત કરવામા આવ્યુ હતુ. કાર્યકરો, ગ્રામ્ય વિસ્તારોની ડેરીઓના ચેરમેનએ પણ તેમને શુભકામના પાઠવી હતી.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કરજણ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

ProudOfGujarat

ભરૂચ મહંમદ પુરાથી સિફા સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણ રૂપ વાહનો અને લારી ધારકો સામે બી ડિવિઝન પોલીસે લાલઆંખ કરી સપાટો બોલાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!