અંકલેશ્વર નજીક આવેલ આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવા અંગે રહીશો દ્વારા મોટાપાયે હોબાળો કરવામાં આવતા તેમજ ખેડૂત જગતમાં પણ આ અંગે વિરોધ કરાતા GPCB હરકતમાં આવી હતી અને GPCB દ્વારા આમલાખાડીમાંથી સેમ્પલિંગ લેવાયું હતું. મળતી માહિતી મુજબ આ અંગે 5 કંપનીઓ ઝડપાઇ હતી. આ કંપનીઓમાં અંકલેશ્વર GIDC ની 4 અને પાનોલી GIDC ની 1 કંપનીનો સમાવેશ થાય છે. આ કરતાં પણ વધુ કંપનીઓ આ મામલે જવાબદાર હોય તેવી શંકા સેવાઇ રહી છે ત્યારે GPCB દ્વારા સેમ્પ્લો લેવાની અને નોટિસો ફટકારવાની રીત રસમની ટીકા પણ ચારે તરફથી થઈ રહી છે. વાસ્તવમાં મોટાભાગની કંપનીઓ પ્રદુષિત પાણીને પ્રોસેસ કર્યા વિના તેનો નિકાલ કરી રહી છે.
Advertisement