ભરૂચ જિલ્લામાં ભયકર બફારાના વાતાવરણના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા એવામાં 19 ની સાંજે મુશળધાર વરસાદ વરસતા ઠંડક થતા લોકો એ રાહતની લાગણી અનુભવી હતી. હવામાન ખાતાની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ સમી સાંજે શરૂ થયો હતો આખી રાત્રી દરમિયાન વરસાદ વરસ તો રહ્યો હતો હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૧૧ ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે તારીખ 20 મીની સવારે 6 વાગે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન આમોદ તાલુકામાં ૧૦ મીમી તેમજ અંકલેશ્વર તાલુકામાં 38 મીમી, ભરૂચ માં ૭૫ મીમી, હાંસોટ ૫૫ મીમી, જંબુસર ૪ મીમી, નેત્રંગ ૧૨ મીમી, વાગર ૩૫ મીમી, વાલિયા ૩૧ મીમી, ઝઘડિયા 17 મીમી મળી કુલ ૨૭૩ મી મી મળી એટલે કે ૧૧ ઇંચ વરસાદ વરસ્યો હતો હજી આવનાર દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
Advertisement