પ્રાપ્ત માહિતી અનુસાર અત્રેના નર્મદા જીલ્લામાં છેલ્લા આઠ મહિના દરમ્યાન કુલ-૪૩ ફેટલ માર્ગ અકસ્માતો બનેલ છે અને તેમા કુલ -૪૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં માત્ર ૨૨ બાઇક ચાલકોના મૃત્યુ માથામાં ગંભીર ઇજા થવાથી જ થયેલા છે આવા મૃત્યુ અટકાવી માણસની અમુલ્ય જીંદગી બચાવવા માટે હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ માર્ગ અકસ્માતો ધટડવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન કરી જરૂરી સુચનાઓ કરેલ છે .
અનુસંધાને નર્મદા જીલ્લા ટ્રાફિક શાખા, તથા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા નર્મદા જીલ્લાના તમામ હાઇવે રોડ ઉપર ટુ વ્હીલર ચાલકો ફરજીયાત હેલ્મેટ પહેરે તે માટે આવા રોડ પર અવર-નવર વાહન ચેકિંગ કરી હેલ્મેટ ન પહેરતા વાહન ચાલકો પાસેથી તત્કાલ દંડ ન વસુલ કરતા આવા વાહન ચાલકોના નામ, ગાડી નંબર મો.નં વગેરે નોંધી લઇ તેને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું યાદ આવે તેવા સ્ટીકર બાઇક પર લગાવી હેલ્મેટ પહેરવા જાગૃત કરવાનું અભિયાન ચાલુ કરવા આવ્યું છે.
જો ફરીવાર હેલ્મેટ પહેર્યા વગર નીકળશે તો તેના વિરૂધ્ધ દંડાત્મક તથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આથી તમામ બાઇક ચાલકોને વિશેષ સુચના છે કે હાઇવે રોડ પર જતા સમયે બાઇક પર સવાર બંને વ્યકિતઓએ હેલ્મટ અવશય પહેરી પોલીસને સહકાર આપવા તથા પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા યોગદાન આપવા નર્મદા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી નર્મદા જિલ્લા.