પંચમહાલ જિલ્લામાં આત્માનિર્ભર પેકેજ અંતર્ગત સાત પગલા ખેડુત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓના લોન્ચિંગ પ્રસંગે ૧૭ પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જાંબુઘોડા ખાતે કાર્યક્રમના અધ્યક્ષ કાલોલના ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ અને ઈન્ચાર્જ કલેક્ટર શ્રી એ.જે.શાહ તેમજ મોરવા હડફ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના બેસ્ટ ફાર્મિંગ પ્રેક્ટિસ કરનારા ખેડૂતોને ચેક, મોમેન્ટો, પ્રમાણપત્ર અને રેપ્લીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાનો એવોર્ડ કાલોલ તાલુકાના અડાદરા ગામના ઠાકોર લક્ષ્મીબેન પ્રવીણકુમારને એનાયત કરવામાં આવ્યો હતો. તેમને પ્રોત્સાહન રૂપે રૂ.૨૫,૦૦૦/- નો ચેક અધ્યક્ષશ્રીના હસ્તે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઘોઘંબા તાલુકાના વાળીનાથ ગામના રાઠોડ અરવિંદભાઈ રામસિંહ, ફરોડ ગામના પરમાર કાળુભાઈ છત્રસિંહ, ગુણેશીયા ગામના પરમાર અર્જનસિંહ રામસિંહ, જોરાપુરા ગામના પટેલિયા સરલાબેન શંકરભાઈ, આમલીખેડા ગામના પરમાર સુરેશભાઈ પ્રભાતભાઈ, જાંબુઘોડા તાલુકાના નારૂકોટના બારિયા સુમિત્રાબેન ગણપતભાઈ અને પણીયારા ગામના બારિયા છોટાભાઈ રાયસિંગભાઈ, શહેરા તાલુકાના ધામણોદ ગામના બારિયા વિક્રમસિંહ ગોપાલભાઈ, અણિયાદ ગામના પટેલ પરેશભાઈ ભીખાભાઈ, કાલોલ તાલુકાના રીછિંયા ગામના સોલંકી મગનભાઈ અમરસિંહ, ગોધરા તાલુકાના પરવડી ગામના બારિયા હરેશભાઈ નટવરભાઈ અને મહેલોલની મુવાડી ગામના ચૌહાણ જિતેન્દ્રસિંહ શૈલેશભાઈ, મોરવા (હ)ના મેખ ગામના પગી ભારતસિંહ રૂપાભાઈ અને વીરણિયા ગામના ઘોડ અભેસિંહ સોમાભાઈ, નાગલોદ ગામના બારિયા સોમાભાઈ જેસિંગભાઈ તેમજ હાલોલ તાલુકાના અરાદ ગામના નિમેષભાઈ કનુભાઈ પટેલને તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર ખેડૂતના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ તમામને પુરસ્કાર રૂપે રૂ. ૧૦,૦૦૦/-ની રાશિ પણ આપવામાં આવી હતી. એવોર્ડ વિજેતા તમામ ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એ.આઈ. પઠાન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ પોતાના પરીચિત ખેડૂતો સહિત ગ્રામજનોમાં પ્રગતિશીલ ખેતીની તરાહો વિશે તેમને પણ માહિતગાર કરવા આગ્રહ કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાનાં ૧૭ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરાયા.
Advertisement