ભરૂચ તાલુકાનાં ભરથાણા ગામ ખાતે મગર જણાતા ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. મગર જણાતા જ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. ભરથાણા ગામના સરપંચ દ્વારા વનવિભાગને જાણ કરાતા ગામ તળાવમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. આ ગામ તળાવમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું હોવાથી લોકોમાં મગરનો ભય વધુ ફેલાયો હતો. કપડાં ધોવાથી માંડીને અન્ય બાબતો અંગે લોકો ગામ તળાવ ખાતે જતાં હોય ત્યારે મગર જણાતા ગભરાહટ થાય તે સ્વાભાવિક બાબત છે. આવા સમયે સરપંચએ વનવિભાગને જાણ કરતાં પાંજરું મૂકી ગણતરીનાં 24 કલાકમાં જ મગર પાંજરામાં પુરાય ગયો હતો. જેના પગલે ગામ લોકોમાં હાશકારાની લાગણી ફેલાય ગઈ હતી.
Advertisement