અંકલેશ્વર વાલિયા અને હાંસોટ તાલુકામાં વિવિધ કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી પાઇપલાઈનો દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવે છે. વાસ્તવમાં પ્રદૂષણનાં નિયમો મુજબ પાણીનાં શુદ્ધિકરણ બાદ પાણી છોડવું જોઈએ. પરંતુ કંપનીઓ આવા શુદ્ધિ અંગે ખર્ચ કરતી નથી તેથી પ્રદુષિત પાણી છોડી દેવામાં આવે છે. જેના પગલે હાંસોટ તાલુકાનાં દિગસ ગામે નર્મદા કલીન્ટસ કંપની (NCT) નું કેમિકલયુકત પાણી સીમમાં ફરી વળ્યું હતું. દિગસ અને મોઠીયા ગામની જમીનમાં પ્રદુષિત પાણી ફેલાતા ખેડૂતોને ભારે નુકસાન થતાં રોષની લાગણી ફેલાય ગઈ છે. જોકે આવી કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી છોડાતા અને પાઇપોમાં ભંગાણ થતાં ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો આવા હોબાળાનાં પગલે કંપનીનાં કર્મચારીઓ અને અમલદારોએ ખેડૂતો જોડે વાતચીત શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ હાલ સમાધાન થયું છે તેમ છતાં દિગર્શ અને મોઠીયા ગામનાં લોકોએ હાંસોટ પોલીસ અને GPCB ને જાણ કરી ઝતી. તેમજ થયેલ નુકસાન અંગે કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.
ભરૂચ : NCT કંપનીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળ્યા.
Advertisement