Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મુખ્યમંત્રીશ્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

Share

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી રાજ્યભરમાં મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગોધરાના સરદારનગર ખંડ ખાતે વડોદરાના ધારાસભ્ય સુશ્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં શુભારંભ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પોતાના સંબોધનમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે હાલની સરકાર બાળકીઓના જન્મથી લઈને લગ્ન અને કારકિર્દી જેવા જીવનના વિવિધ તબક્કાઓમાં એક મજબૂત ટેકો, સમાન તકો અને સુરક્ષિત વાતાવરણ પૂરુ પાડવા સતત અસરકારક યોજનાઓ અમલમાં મૂકી રહી અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના આ દિશામાં એક ઐતિહાસિક માઈલસ્ટોન પુરવાર થશે. કોરોના કટોકટી દરમિયાન મહિલા સ્વસહાય જૂથો અને મહિલાઓ દ્વારા સંચાલિત અન્ય જૂથોની નોંધપાત્ર કામગીરી અંગે વાત કરતા સુશ્રી વકીલે જણાવ્યું હતું કે તક, જરૂરી દિશા-નિર્દેશ અને સહાય મળ્યે આર્થિક ક્ષેત્રે ઉદાહરણીય વિકાસ સાધવા સક્ષમ છે અને આ યોજના તેમને જરૂરી સહાયની તક પૂરી પાડશે.

સરકાર અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી મહિલાઓને ગૌરવ, સન્માાન આપવાનું કાર્ય કરી રહી છે ત્યારે મહિલાઓએ પણ આગળ આવી આ યોજનાઓનો લાભ ઉઠાવી સફળ બની સરકારના ઉદ્દેશ્યોને સફળ બનાવવા જોઈએ અને નવા ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપવો જોઈએ તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યુ હતું.
ઈન્ચાર્જ કલેક્ટરશ્રી એ.જે. શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર મહિલાઓ આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં પ્રથમ પગથિયું છે અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાએ ગુજરાતની મહિલાઓ માટે આત્મનિર્ભર થવાના નવા દ્વાર ખોલી આપ્યા છે. જિલ્લાના મહિલા સ્વસહાય જૂથોની કામગીરી અને તેમને મળેલી સહાયની વિગતો આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં આશરે ૭,૯૦૦ જેટાલ મહિલા સ્વસહાય જૂથો સંકળાયેલ આશરે ૭૯,૦૦૦ જેટલી બહેનોને શૂન્ય ટકા વ્યાજે ધિરાણનો આ વિકલ્પ ઉપલબ્ધ થતા તેઓ વિકાસના નવીન સોપાનો સર કરી શકશે યોજનાના શુભારંભ પ્રસંગે પંચમહાલ સહકારી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિમિટેડ, ગોધરા જનતા કો-ઓપરેટિવ લિમિટેડ બેન્ક, ગોધરા સિટી કો-ઓપરેટિવ લિમિટેડ બેન્ક સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા છ સ્વસહાય જૂથોને ૧ લાખની લોનની મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી મહિલાઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્યામંત્રીશ્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગેની ફિલ્મનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના પ્રમુખશ્રી ઈલેન્દ્ર પંચાલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિતના પદાધિકારીઓ અને પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સી.ડી.રાઠવા, મામલતદારશ્રી ગોધરા, બેન્ક અધિકારીશ્રીઓ તેમજ સ્વસહાય જૂથની બહેનો સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ યોજનાનો લાભ રાજ્યના એક લાખ મહિલા જૂથોની કુલ ૧૦ લાખ માતા-બહેનોને મળશે. કુલ રૂ. ૧,૦૦૦/- કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવામાં આવશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે. મહિલા જૂથ દીઠ રૂ.એક લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મહિલાઓને આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનનો મુખ્યમંત્રીશ્રીનો ધ્યેય સાકાર કરવાની દિશામાં આ યોજના લોન્ચ કરવામાં આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયા જી.આઇ.ડી.સી માં કોવિડ ૧૯ ગાઇડલાઇનનો ભંગ કરતી ૩ કંપનીઓને નોટિસ

ProudOfGujarat

સુરત-ઓલપાડ રોડ ઉપર અક્સ્માત: મહિલાનું ઘટનાસ્થળે મોત થતાં લોકોએ ચક્કાજામ કર્યું

ProudOfGujarat

નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરતાં સાધુ સંતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!