સમગ્ર ગુજરાતની નજર હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પર છે. તાજેતરમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 138.58 મીટરે પહોંચી છે. ડેમની મહત્મ સપાટી 138.68 મીટર છે. જેથી હાલની પરિસ્થિતી જોતાં ડેમની જળસપાટી તેની મહત્મ સપાટી નજીક છે એમ કહી શકાય. જયારે નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા 82 હજાર કરતાં વધુ પાણીની આવક ડેમમાં થઈ છે.
Advertisement