શ્રાદ્ધનાં અંતિમ દિવસો ચાલી રહયા છે ત્યારે આવનાર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચૂંટણી અંગે હાલ ગૃપ મીટિંગ ચાલી રહી છે. પરંતુ શ્રાદ્ધ પૂર્ણ થતાં જ જાહેરમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. દરેક રાજકીય પક્ષ તેમના સંગઠનને મજબૂત કરવા અંગે જનસંપર્ક અને અન્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે ત્યારે જુદા જુદા વિસ્તારમાં શ્રાદ્ધ બાદ ચૂંટણીઓ માટે હંગામી ઓફિસો કે જેને સંપર્ક કાર્યાલય તરીકે ઓળખાય છે તેવી ઓફિસો પણ ખૂલે તેવી સંભાવના છે તે સાથે સમગ્ર ભરૂચ જીલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં જે-તે રાજકીય અગ્રણીને પક્ષની ટિકિટ મળી જ જશે તેવી આશા અને અપેક્ષાએ આ ઉમેદવારો મહિનાની તા.21 થી 25 સુધી તેમના સંપર્ક કાર્યાલયો ખોલે તેમ જાણવા મળી રહ્યું છે. માત્ર ઓફિસનું નામ હાલ સંપર્ક કાર્યાલય અને ટિકિટ મળ્યા બાદ ચૂંટણી કાર્યાલય તરીકે નામ બદલવામાં આવશે.
ભરૂચ : શ્રાદ્ધનાં દિવસો બાદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે રાજકારણીઓ વધુ સક્રિય બનશે.
Advertisement