ભરૂચ નગરનાં નગરપાલિકાનાં વિરોધપક્ષનાં નેતા દ્વારા ડુંગરી વિસ્તારમાં તાજેતરમાં તૂટી ગયેલ પાણીની ટાંકી ફરી બનાવવા અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે આ પાણીની ટાંકીમાંથી પાણી મેળવતા પાંચથી સાત હજાર પરિવારનાં આશરે 25000 જેટલા લોકો પાણીની ટાંકી તૂટી પડવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. 96 કલાકની જહેમત બાદ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની સરાહનીય કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થા લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. પાણી પૂરતા પ્રમાણમાં અને પૂરતા દબાણથી મળતું નથી જેથી નગરપાલિકાને પાણીની ટાંકી બાંધવા રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત કરવામાં નગરપાલિકા વિરોધપક્ષનાં નેતા સમસાદઅલી સૈયદ, ઇકબાલ પટેલ, સાદીક શેખ, સલિમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : ડુંગરી વિસ્તારમાં વહેલી તકે પાણીની ટાંકી બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી.
Advertisement