Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : પાનોલી GIDC માં આવેલ ન્યુટેક એગ્રો કંપનીમાં કર્મચારીને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડાયો.

Share

અંકલેશ્વર GIDC માં આવેલ વિવિધ કંપનીઓમાં ગેસ ગળતરની ઘટનાઓ હવે સામાન્ય બની છે. કામદાર સંગઠનોએ વારંવાર આવેદનપત્ર અને રજૂઆતો કરી હોવા છતાં કંપનીઓ દ્વારા કામની સુરક્ષા અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી અને કંપનીઓ દ્વારા કામદારો પર માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહયો છે. અકસ્માતનાં આવા બનાવોનાં પગલે કામદારોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. અંકલેશ્વર નજીક આવેલ પાનોલી GIDC ની પણ આ જ હાલત છે. પાલેજ GIDC માં આવેલ ન્યુટેક એગ્રો કંપનીમાં એક કર્મચારીને ગેસની અસર થતાં તેને ભરૂચની હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. હાલ મળતી માહિતી મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જીબી દ્વારા આપવામાં આવતા ઉજાલા બલ્બ માં છેતરાયા હોવાની રાવ જાણો વધુ…???

ProudOfGujarat

ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે.મનસુખ વસાવા

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!