હાલમાં ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં ઘણા કેસો બની રહ્યા છે. તેની સામે આવા સાયબર ગુનાઓને ધ્યાને લઈ ભરૂચ સાયબર ક્રાઇમ સેલ આ બાબતે એકશન લઈ સાયબર છેતરપિંડીનો ભોગ બનનારાઓને તેમના નાણાં પરત અપાવવાની પ્રસંશનીય કામગીરી કરી રહેલ છે.
જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા એક બનાવમાં અરજદાર દ્વારા જાણીતી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ ઉપરથી મોબાઈલ બુક કરાવ્યો હતો. જે બાદ આ મોબાઈલ MI ઉપર લેવાની માહિતી મેળવવા માટે અરજદાર દ્વારા ગુગલ ક્રોમ ઉપરથી કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી તેના ઉપર ફોન કરતાં સામાવાળા દ્વારા બુક કરાવેલ મોબાઇલની તથા અરજદારનાં બેન્ક એકાઉન્ટની ગુપ્ત માહિતી ઓનલાઈન ફોન પર મેળવીને અરજદારનાં બેન્ક ખાતામાંથી રૂ. 1,00,000 ટ્રાન્સફર કરી લીધા હતા. જે બનાવમાં અરજદાર દ્વારા તાત્કાલિક સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમ ટિમ દ્વારા નાણાંકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારને મદદરૂપ થઈ તાત્કાલિક એકશન લઈ ટેકનિકલ એનાલિસીસનાં આધારે ભોગ બનનાર અરજદારનાં કુલ રૂ. 1,00,000 ની રકમ અરજદારનાં બેન્ક એકાઉન્ટમાં પરત મેળવી આપ્યા હતા.