ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારોમાં નર્મદા નદીના પૂરના કારણે જળચર જીવો તથા વન્ય પ્રાણીઓએ કાંઠા વિસ્તારમાંથી સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. નર્મદા પૂરના પાણી ઓસર્યા બાદ ઝઘડિયા પંથકના કાંઠા વિસ્તારની સીમોમાંથી રોજિંદા અજગર દેખાવાની તથા વન્ય પ્રાણી દીપડાઓ દ્વારા શિકારની ઘટનાઓ બની રહી છે. આજરોજ ઝઘડિયા ગામના મકામ વગામાંથી આયુષ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજુરો નિંદામણ કરતા હતા તે સમયે લાંબો અજગર જણાયો હતો. ખેત મજૂરોએ ખેડૂતનો સંપર્ક કર્યો હતો. ખેડૂતે ઝઘડિયાની સેવ એનિમલ ટીમને જાણ કરતા ટીમના સભ્યોએ સુરક્ષિત રીતે અજગરને ઝડપી લઇ વન વિભાગને સોંપ્યો હતો. વન વિભાગે ઝડપાયેલ અજગરને સુરક્ષિત રીતે જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement