તાજેતરમાં નર્મદા નદીમાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવા અંગેનાં નિર્ણયને ઘણા લોકોએ ટીકા પણ કરી હતી. જયારે ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલએ આયોજનબદ્ધ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગણી સાથેનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો. આ પત્રની અસર થઈ હોય તેમ સરદાર સરોવર ડેમની જળસપાટી વધતાં નર્મદા નદીમાં આયોજનબદ્ધ રીતે 50 હજારથી 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવશે તેવી વિગત સાંપડી રહી છે.
Advertisement