ભરૂચ એસ.ઓ.જી પોલીસ વિભાગ દ્વારા બાતમી ના આધારે ભરૂચ તાલુકાના ઝનોર ગામ ખાતે વોચ ગોઠવી હતી,દરમિયાન ઝનોર,ધર્મશાળા ગામ વચ્ચે એક ઇકો કાર નંબર GJ.16.BB 6346 ને રોકી તેમાં તલાશી લેતા કાર માંથી 2 કિલો 415 ગ્રામ કીમત રૂપિયા 14.490 ના ગાંજા ના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કરજણ તાલુકાના વલણ ખાતે રહેતા જાવેદ ઉસ્માન પટેલ અને ઇનાયત યુનુશ જમાદાર નામના ઇસમોની એસ.ઓ.જી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી સાથે મામલા અંગે એસ.ઓ.જી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
Advertisement