ગુજરાત સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણના અંર્તગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજયરૂપાણી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા નગર પાલિકાના ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું પંચમહાલ જીલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડે દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકયો હતો.જીલ્લા ખેતીવાડી અધિકારી જે.ડી.ચારેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામા આવ્યુ હતુ. પ્રાસંગિક ઉદબોધન શહેરાના પ્રાંત અધિકારી જય બારોટે કર્યુ હતું. શહેરા,ગોધરા, મોરવા હડફ તાલુકાના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં આવેલા ખેડુતોને કૃષિ નિર્દેશિત ફિલ્મ બતાવામા આવી હતી. ગાંધીનગર સી.એમ ઓફીસથી મુખ્યપ્રધાન સી.એમ વિજયભાઈ રુપાણી દ્વારા લાઇવ સંબોધન કરવામા આવ્યુ હતુ. તેને ઉપસ્થિત ખેડુતોએ સાંભળ્યુ હતુ. સાંસદે જણાવ્યુ હતુ કે ખેડૂત જગતનો તાત છે. સાત પગલા યોજના દ્વારા ખેડૂતોને યોજનાથી વાકેફ થાય તેનો લાભ લઈ શકે તેનો મૂળ આશય છે. ખેડૂત એવી વ્યક્તિ છે. જે આખા દુનિયાનું ભરણપોષણ કરે છે. હાલ કોરોનો સમય છે. આવનારા દિવસોમાં કોરોના મહામારીથી મુકત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ. પાક સંગ્રહ અને કિસાન પરિવહન યોજનાનાં મંજૂરી પત્રો ખેડૂતોએ અર્પણ કરવામાં આવ્યા હતા.
પંચમહાલ,રાજુ સોલંકી
પંચમહાલ : શહેરા નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.
Advertisement