ભરૂચ જીલ્લામાં વન વિભાગ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ અવારનવાર હિંસક પ્રાણીઓ જણાતા ભયનો માહોલ ફેલાય ગયો છે. નર્મદા નદીમાં અવારનવાર મગરનાં ઉપદ્રવ બાદ હવે ઝધડીયા પંથકમાં દીપડી સહિત બે બચ્ચા ઘુસી આવવાથી અફરાતફરીનું વાતાવરણ ફેલાય ગયું હતું. ઝધડીયા GIDC ની એક ખાનગી કંપની પાસે ઝાડીઓમાં દીપડા પરિવારનાં વસવાટ હોવાની વાતો ફેલાતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. દીપડી સહિત બે બચ્ચા GIDC માં ઘુસી આવતા GIDC માં આવતા કામદારો અને અન્ય લોકોમાં ભય ફેલાય ગયો છે. ખાસ કરીને રાત્રિનાં સમયે પણ કામદારો ફરજ પરથી છૂટી ઘર તરફ જતાં હોય છે ત્યારે દીપડા દ્વારા હુમલો થાય તે સંભાવના નકારી શકાતી નથી. હાલ તો દીપડી અને તેના બચ્ચાંઓને પકડવા ઝધડીયા ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું છે. તેમ છતાં દીપડી પરિવાર ઝડપાય નહીં ત્યાં સુધી ભયનું વાતાવરણ યથાવત રહે તેમ જણાય રહ્યું છે.
Advertisement