ભરૂચ નગરનાં બિસ્માર રસ્તા અંગે ભરૂચ શહેર કોંગ્રેસનાં પ્રમુખ તેજપ્રીત શોખીની આગેવાનીમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ તેજપ્રીત શોખીનાં જણાવ્યા અનુસાર એકના એક રસ્તા વારંવાર રીપેર કરવામાં આવે છે. કોન્ટ્રાકટરો તકલાદી કામ કરે છે. તેથી આવનાર 10 દિવસોમાં જો વ્યવસ્થિત સમારકામ નહીં કરવામાં આવે તો જે-તે વિસ્તારનાં રસ્તાને લગત નગરપાલિકા સભ્યનું નામ આપવામાં આવશે. હલ્લાબોલનાં કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકા પ્રમુખને ચશ્મા આપવામાં આવ્યા હતા જેથી વિકાસનાં કામની ભૂલ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. ઉબડખાબડ રસ્તાની ઊડતી ધૂળ અને ગંદકીને આ ચશ્મા પહેરી જોવા સલાહ આપવામાં આવી હતી. તેમજ તાજેતરમાં તૂટી પડેલ ટાંકી અંગે વારંવાર સર્વે કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી તે અંગે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં ગંદકીનાં પ્રશ્ન અંગે પણ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આક્રમક અભિગમ અપનાવવામાં આવતા નગરપાલિકા તંત્રમાં હડકંપ મચી ગયો છે. આવનાર દિવસોમાં રસ્તા, ગંદકી અને પાણીની ટાંકી અંગે યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સદર કાર્યક્રમમાં જુબેર પટેલ, સલીમ અમદાવાદી, યુસુફ બાનુ, લુકમાન પટેલ, જ્યોતિબેન તડવી, રાધે પટેલ, ઇલ્યાસ પટેલ વગેરે આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ નગરપાલિકા ખાતે બિસ્માર રસ્તાઓ અંગે ભરૂચ શહેર કોંગ્રેસનો હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Advertisement