ગત તા. 7-9-20 ના રોજ બપોરના આશરે 2 વાગ્યાના સમયે ભરૂચ નગરનાં પાંચબત્તી વિસ્તારમાં આવેલ અંબિકા જવેલર્સમાં અજાણ્યા 4 ઇસમો હત્યારો સાથે ઘૂસી સોનાની ચેનોની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે ભરૂચ પોલીસે માત્ર 48 કલાકમાં લૂંટમાં ગયેલ સોનાની 27 સેનો સાથે ઝડપી પાડેલ છે.
આ અંગે વધુ વિગતે જોતાં 4 જેટલા લૂંટારુઓ અંબિકા જવેલર્સનાં માલિક નિખિલભાઈ અને કલ્યાણ જવેલર્સના મહેશભાઇ પર ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ લૂંટારુઓએ બહાર આવી લોકોમાં ભય ફેલાવવા હવામાં ફાયરિંગ કરી નાસી છૂટયા હતા. લુંટારુઓ 27 જેટલી સોનાની ચેન કોથળામાં ભરી લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મહાનિરીક્ષક હારી કૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી બનાવની જગ્યાની મુલાકત કરી ફાયરિંગની ઘટનામાં ઇજા પામેલ સોનીઓને મળી તમામ બનાવ અંગે ઝીણવતભરી માહિતી મેળવી હતી. તેમલ એફ.એસ.એલ તેમજ ડોગ સ્કોવ્દની મદદ મેળવી નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાધેલા તેમજ ભરૂચ એલ.સી.બી., એ.સો.જી., પેરોલ ફ્લો સ્કોવડ તથા વડોદરા ગ્રામ્ય એ.સો.જી તથા નર્મદા જિલ્લાની એલ.સી.બી. ની ટીમો દ્વારા સયુંકત તપાસ કરવામાં આવી હતી. તપાસનો આરંભ લૂંટારુઓ દ્વારા થયેલ લૂંટના બનાવ અગાઉ કરવામાં આવેલ રેંકી તથા તે દરમ્યાનની મુવમેન્ટ તપાસવામાં આવી હતી. જેમાં સ્પષ્ટપણે જણાયું હતું કે તમામ આરોપીઓ અગાઉ બનાવવાળી જગ્યા અંબિકા જ્વેલર્સની રેકી કરેલ છે. લૂંટારુઓએ જવેલર્સની દુકાનની મુલાકાત લઈ તમામ હકીકતો મેળવી લીધી હતી અને રેકીના અનુસંધાને તમામ લૂંટારુ આરોપીઓએ લૂંટનું આયોજન કર્યું હતું. જે મુજબ તા. 7-9-2020 ના રોજ બપોરના સમયે જયારે પોલીસ ઓછી હોય કે જમવા ગયેલ હોય અને લોકોની અવરજવર પણ ઓછી હોય છે તેવા બપોરના સમયે લૂંટ માટે લૂંટારુઓએ નકકી કરેલ હતું અને તેથી બપોરે લૂંટના ગુનાને અંજામ આપેલ હતું. આરોપીઓની મુવમેન્ટ રાજય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇલ્ડ એડવાન્સ સિકયુરિટીના કેમેરાની મદદથી ગુનો કર્યા બાદ લૂંટારુઓની એન્ટ્રી એન્ડ એકઝીટ રૂટ અને ભરૂચ જિલ્લાની આસપાસની તમામ હોટલો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તપાસ અંગે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આરોપીઓ દેખાય આવેલ જેમાં એક આરોપી એક્ટિવા સાથે દહેજ તરફ ગયેલ હોવાનું જણાય આવેલ અને બીજા લૂંટારુ આરોપીઓ પાલેજ તરફ ગયેલ હોવાનું જણાય આવ્યું હતું જેથી હાઈવેના પોલીસ સ્ટેશનની ટીમોએ હાઇવે નજીક આજુબાજુમાં સર્ચ ઓપરેશન કરતાં પાલેજ પોલીસની ટીમને નેશનલ હાઇવે નજીકની બાવળની ઝાડીમાંથી ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાઇકલ અને હેલ્મેટ બિનવારસી હાલતમાં મળી આવેલ તે બાબતે વિશ્વાસ પ્રોજેકટના એડવાન્સ કેમેરા મારફતે ઊંડાણ પૂર્વક રીતે ઝીણવટભરી રીતે અવલોકન કરતાં ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનનો રજીસ્ટર નંબર મેળવવામાં સફળતા મળેલ હતી અને આ ગુનામાં સંડોવાયેલ એક આરોપીનું નામ અને સરનામું મળ્યું હતું જે આધારે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી આરોપી સુરત સચીન વિસ્તારમાં હોવાથી એલસીબીની અલગ અલગ 3 ટીમો બનાવી સુરત, ભરૂચ અને દહેજ ખાતે પોલીસ રવાના કરવામાં આવેલ તે દરમ્યાન જાણવા મળેલ હતું કે આરોપી સુરત રેલ્વે સ્ટેશન ખાતે હોવાનું જણાયું હતું જેથી ટીમ પોલીસ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી જયાં ખબર પડી હતી કે આરોપી અવધ એકપ્રેસ ટેનમાં રવાના થયેલ છે જેથી તપાસમાં રોકકાયેલ ટીમે તાત્કાલિક રેલ્વેના કર્મચારીઓની મદદ લઈ આરોપીના બેઠક અંગેની માહિતી મેળવી ભરૂચ તથા દહેજની ટીમ કોમ્યુનિકેશન કરી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે GRP અને RPF ની ટીમની મદદથી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને અન્ય બે આરોપીઓ પણ સુરતથી બસમાં કાનપુર ઉત્તરપ્રદેશ જવાની તૈયારીમાં હતા જે મુજબની હકીકતના આધારે સુરતની ટિમ દ્વારા વોચમાં રહી બે આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવેલ હતા. આ ચારે આરોપીઓ ઉત્તરપ્રદેશના રહેવાસીઓ છે જે પૈકી આશિષ પાંડે અગાઉ દહેજ ખાતે કંપનીમાં નોકરી કરતો હતો અને ભરૂચમાં રહેતો હતો તેથી ભરૂચની ભૌગોલિક પરિસ્થિતી અંગે જાણકાર હતો અને અંબિકા જવેલર્સ અંગે તેના સાથીદારો સાથે આ બનાવ અંગે ઉત્તરપ્રદેશ ખાતેથી હથિયાર મેળવવામાં આવ્યું હતું તેમજ ગુનામાં ઉપયોગ કરવા સુરત શહેરમાંથી 1 મોટરસાઈકલની ચોરી કરી ઘટનાને અંજામ આપી નાસી છૂટયા હતા. લૂંટમાં મેળવેલ તમામ મુદ્દામાલ સહિત ઉતરપ્રદેશ નાસી જવાની તૈયારીમાં હતા ત્યારે ચારે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. તેમજ વધુ કાર્યવાહી માટે ભરૂચ એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવેલ છે. ઝડપાયેલ આરોપીઓમાં આશિષ રામદેવ પાંડે, સૂરજ રાજેન્દ્રપ્રસાદ યાદવ, અજય રાકેશકુમાર રામદેવ પાંડે, તેમજ રીંકુ કિશનલાલ યાદવ તમામ રહે, યુ.પી નાઓની ધરપકડ કરી છે. સાથે જ તેઓ પાસેથી લૂંટમાં ગયેલ સોનાની ચેઇન નંગ 27 કિં. રૂ. 27,46,800, મોબાઈલ નંગ 25,000, કાંડા ઘડિયાળ કિં.1000 મળી કુલ રૂ.27,71,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભરૂચ : અંબિકા જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગ કરી ફરાર થયેલા લૂંટારુઓ ઝડપાયા,પોલીસે મુદ્દામાલ સહિત ચારની કરી ધરપકડ..!! જાણો વધુ.
Advertisement