સરકારશ્રીની આર.ટી.ઇ. પ્રક્રિયામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ભરૂચનાં વિરલ પ્રજાપતિ દ્વારા રાજયમાં શિક્ષણ વિભાગનાં સચિવશ્રી શિક્ષણમંત્રીશ્રી સહિત ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદારે અરજીમાં જણાવ્યાનુસાર તેમની પુત્રી વિહાંગીનાં આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ અને જે અરજી તા.26-08-2020 નાં રોજ જીલ્લા કક્ષાએ મંજૂર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તા.05-09-2020 નાં રોજ જીલ્લા કક્ષાએથી રહેણાંકનાં પુરાવામાં માતા-પિતા કે બાળકનું નામ ન હોવાના કારણોસર ના મંજૂર કર્યા બાબતનો મેસેજ આપી મંજૂર કરેલ અરજી ના મંજૂર કરતાં અરજદારે જીલ્લા કક્ષાએ ભ્રષ્ટાચાર આચરી મંજૂર કરેલ અરજી ના મંજૂર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરેલ છે. સાથોસાથ પરિપત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોય છતાં ખોટા બહાના હેઠળ મંજૂર કરેલ અરજી કોઇ ભ્રષ્ટાચાર કે લાગવગના કારણે ના મંજૂર કરેલ હોવાના ગંભીર આક્ષેપ કરી તપાસની માંગ કરી છે.
ભરૂચ જીલ્લામાં આર.ટી.ઇ. પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.
Advertisement