Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આવકનાં પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી થતી હોવાથી સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા રજુઆત કરવામાં આવી.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા આવકનું પ્રમાણપત્ર મેળવવા ભારે તકલીફ પડી રહી છે જે અંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા લોકો સૌ પ્રથમ નગર પાલિકાના સભ્ય પાસે જાય છે જ્યાં તેઓ ચિઠ્ઠી લખી આપતાં તેઓ નગરપાલિકા ખાતે આવે છે પરતું નગરપાલિકા તંત્ર દ્વારા વાસ્તવિક આવકનું પ્રમાણપત્ર આપતાં નથી અધિકારીઓ જણાવે છે કે વાર્ષિક રૂ. 1.20 લાખની નીચે આવકનું પ્રમાણપત્ર આપી ન શકાય. એટલે કે કોઈ પણ કુટુંબની વાર્ષિક આવક રૂ 1.20 લાખ છે જ એનો અર્થ એમ થાય કે માસિક રૂ. 10 હજાર જેટલી આવક દરેક કુટુંબની છે જ પરતું ગરીબ લોકોની આટલી આવક નથી જો તેઓને વાર્ષિક રૂ. 1.20 નું પ્રમાણપત્ર આપવામાં આવે તો તેમને ઘણી યોજનાનો લાભ ન મળે આવનાર દિવસોમાં આ બાબતે નગરપાલિકા ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે એમ પણ અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરાના સયાજી હોસ્પિટલમાં વિશ્વ ( દિવ્યાંગ) કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને પોસ્ટ વિભાગનાં સિનિયર સુપ્રીટેન્ડન વર્ષાબેન કરાન્ડે દ્વારા દસ વર્ષથી ઓછી ઉંમરની બાળાનાં સુકન્યા ખાતા ખોલાવી આપ્યાં.

ProudOfGujarat

પારડી નગરપાલિકાની અનોખી પહેલઃ મોબાઇલ ટોયલેટનો ઉપયોગ કરો અને પાંચ રૂપિયા મેળવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!