નર્મદા સાગર સંગમ દહેજ OPAL કંપની નજીક નર્મદા નદીના મુખ વિસ્તારમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોત થયા હોવાના અહેવાલ સાંભળતા GPCB ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નર્મદા સાગર સંગમ નજીક દહેજની કંપનીઓ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદુષિત પાણી સીધેસીધું ખુલ્લેઆમ નર્મદા નદીના મુખમાં છોડી દેવાના કારણે હજારો લાખોની સંખ્યામાં માછલીઓ અને બચ્ચાઓ મરી રહેલા છે. આ બાબતે ફરિયાદ કરતાં GPCB ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આવી ઘટના બનતા માછી સમાજમાં રોષની લાગણી ફેલાય ગઈ છે. ભરૂચ જીલ્લામાં માછી સમાજ દ્વારા આવી ઘટના વારંવાર બની રહી છે. ભરૂચ જીલ્લામાં માછી સમાજ દ્વારા એવાં પ્રશ્નો ઉપસ્થિત કરાય છે કે આવી ઘટના વારંવાર બની રહી છે તેમ છતાં કંપનીઓ સામે તેમજ જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી જેની સામે માછલીઓનાં વખતો વખત મોટી સંખ્યામાં મોત નિપજી રહ્યા છે. જળચર જીવનાં મોતનાં પગલે સ્થાનિક રહીશોમાં તેમજ માછીમાર સમાજમાં રોષની લાગણી ફેલાય ગઈ છે.
ભરૂચ : દહેજ નજીક નર્મદા સાગર સંગમ સ્થળે મોટી સંખ્યામાં માછલીઓનાં મોત.
Advertisement