ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કોરોના વોર્ડ પાસે ગાર્ડરૂમનાં વેન્ટીલેશનમાંથી તા. 9-9-2020 ની રાત્રિનાં 3 વાગ્યા પછી કોઈપણ સમયે બે કેદીઓ વેન્ટીલેશનમાંથી કૂદી નાસી ગયા હતા.
આ કેદીઓની વિગત જોતાં અર્જુન ઉર્ફે અજજુ જયંતિભાઈ પરમાર કે જે છોટાઉદેપુર જીલ્લાનાં કવાંટ તાલુકાનાં નિશાળ ફળિયા ખાતે રહે છે. તેને ધોરણ 10 નો અભ્યાસ કર્યો છે ત્યારે તેની પર અંકલેશ્વર શહેર ખાતે ઇપીકો કલમ 363 તેમજ પોસ્કોની કલમો લાગી હતી અને તે મુજબનો ગુનો કર્યો હતો જેને પોલીસે તા.20-6-2020 નાં રોજ પકડી તા.21-6-2020 નાં રોજ જેલમાં દાખલ કરવામાં આવ્યો. તેને સતત તાવ, શરદી, કળતર અને ગળામાં દુ:ખાવો હોવાના પગલે તા.3-9-2020 નાં રોજ સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જે કાચા કામનો આરોપી છે. અન્ય સિવિલ હોસ્પિટલમાંથી નાસેલ કેદી કે જેની વિગત જોતાં આકાશ સંજયભાઈ વસાવા જે પણ કાચા કામના આરોપી તરીકે જેલમાં હતો તેની ઉં.23 વર્ષ, અભ્યાસ ધોરણ 7 અને તાળીયા ભરૂચ વિસ્તારમાં રહેતો હતો. તેની સામે બી ડીવીઝન પોલીસ મથક ખાતે 302 ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે સાબુ ખાઈ જતાં 5-9-2020 નાં રોજ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ કોરોના વોર્ડ પાસેથી ગાર્ડરૂમનાં વેન્ટીલેશનમાંથી નાસી જતાં બી ડીવીઝન પોલીસ મથકએ ફરિયાદ નોંધી બી ડીવીઝન પોલીસે તપાસનો આરંભ કરેલ છે.
ભરૂચ સિવિલ હોસ્પિલમાંથી બે કેદીઓ ફરાર.
Advertisement