અંકલેશ્વર નગરપાલિકાનાં કથળી ગયેલા કારભારનાં પગલે તેમજ ભારે વરસાદનાં કારણે અંકલેશ્વર પંથકનાં રસ્તા બિસ્માર થઈ ગયા છે. આ બિસ્માર રસ્તાનાં પગલે વેપારીઓને અવારનવાર ખૂબ મોટું નુકસાન થાય છે. આજરોજ નગરપાલિકા કચેરી સામે ઈંડા ભરેલ ટેમ્પોમાંથી ઈંડાની ટ્રે રસ્તામાં પડતા સેંકડો ઈંડા તૂટી ગયા હતા. પરિમાણે વેપારીને ખૂબ મોટું નુકસાન થયુ હતું. આવી જ રીતે વિતેલા દિવસોમાં દૂધ, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ ભરીને પસાર થતાં વાહનો પણ પલટી ખાઈ ગયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. તેથી અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાઓને પગલે વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાય ગયો છે.
Advertisement