ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાના રતનપુર ગામથી ૩ કી.મી. દુર આવેલ પહાડ પર સુફી સંત હઝરત બાવાગોરની ૮૦૦ વર્ષ જુની દરગાહ આવેલી છે. આ દરગાહના પહાડ પર હઝરત બાવાગોરના સમયથી ચશ્મો (પાણીનો કુંડ) આવેલો છે. આ ચશ્મો (કુંડ) દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે વધાવવાની પ્રણાલી છે. તાજેતરમાં કોરોના મહામારીને લઇને વધુ માણસોએ એકઠા થવામાં સોશીયલ ડિસ્ટન્સ જળવાય નહિ તેથી સરકારની ગાઇડ લાઇન મુજબ મેળાઓ ભરાશે નહિં. હઝરત બાવાગોરની દરગાહે ચાલુ સાલે તા.૧૭-૯ ને ગુરુવારના રોજ ભરાનાર ચશ્માનો મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે. દરગાહ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયા મુજબ ચશ્માનો મેળો બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement