ભરૂચ જીલ્લા મંડપ હાયરસૅ એન્ડ ઈલેકટ્રીકલ એસોશિએશન દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આશરે 1500 થી 2000 મજૂરો આ કાર્ય સાથે સંકળાયેલા છે. જેમની ધંધા રોજગાર કોરોના મહામારીમાં ખોરવાઈ ગયા છે. સરકાર દ્વારા વખતો વખત લોકડાઉન જાહેર કરાયા છે અને અનલોક 4 પણ જાહેર કરેલ છે. પરંતુ ફરાસખાનાનાં ધંધાને રાહત થાય તેવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી જેથી ફરાસખાના અને ઈલેકટ્રીકલ ધંધા સાથે સંકળાયેલ 1500 થી 2000 જેટલા મજૂરોને પારાવાર આર્થિક તંગીનો સામનો કરવો પડયો છે. તાજેતરમાં દુકાનો અને મોલને પણ શરતોને આધીન પરવાનગી આપવામાં આવી છે. જયારે પ્રસંગોમાં 100 માણસોની હાજરીની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ 100 માણસોની હાજરીવાળા પ્રસંગોમાં ફરાસખાના અને ઈલેકટ્રીકલનાં ધંધા સંકળાયેલાઓને યોગ્ય રોજીરોટી મળી શકે તેવી શકયતા ઓછી છે તેથી ફરાસખાના અને ઈલેકટ્રીકલ તેમજ તેની સાથે સંકળાયેલા લોકોને રોજીરોટી મળી રહે તે માટે યોગ્ય જોગવાઈ કરવા અંગે આવેદનપત્રમાં આપી માંગ કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લા મંડપ હાયરસૅ એન્ડ ઈલેકટ્રીકલ એસોશિએશન દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement