હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે પિતૃ તર્પણ વિધિ માટે ભરૂચ નજીક વહેતી નર્મદા નદીનો કિનારો પિતૃ શ્રાદ્ધ અંગે મહત્વનું સ્થાનક ગણાય છે. સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ભારતનાં ગયા, કાશી, ચાંણોદ બાદ ભરૂચના નર્મદા કિનારાનાં સ્થાનને પિતૃ તર્પણ વિધિ માટે આદર્શ સ્થાન ગણવામાં આવે છે. શુકલતીર્થ પાસે વહેતી નર્મદા નદી પાસે દીપાવલીના પર્વ બાદ દિવડા તરતાં મૂકી વિધિ કરવાનો રિવાજ આજે પણ ચાલી રહ્યો છે. ત્યારે શ્રાદ્ધ પક્ષમાં સમગ્ર રાજ્યમાંથી ભરૂચ નગરના નર્મદા નદીના કિનારે લોકો શ્રાદ્ધ અંગે અને ખાસ પિતૃ તર્પણ વિધિ અંગે આવી રહ્યા છે. ભૃગુઋષિ સહિત ખૂબ ખ્યાતિ પ્રાપ્ત ઋષિઓએ નર્મદા નદીનાં કિનારે તપ અને સાધના કરી હતી જેના પ્રતાપે નર્મદા નદીનાં કિનારે અને તેની આજુબાજુનાં સ્થાનકો ધાર્મિક સ્થાનકો તરીકે આજે પણ ખ્યાતિ પ્રાપ્ત છે. વિવિધ પુરાણોમાં આવા સ્થાનકોનું આગવું મહત્વ છે ત્યારે એવું જણાવાયું છે કે ભરૂચ નર્મદા નદીનાં કિનારે શ્રાદ્ધ પક્ષનાં દિવસોમાં કરાતી વિધિ સીધી પિતૃઓને પહોંચે છે. આવી લોકવાયકાને પગલે ભરૂચ નજીકનો નર્મદા નદીનો કિનારો શ્રાદ્ધ માટે આદર્શ સ્થાનક માનવામાં આવે છે.
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે ભરૂચ નજીકમાં નર્મદા નદીનો કિનારો આદર્શ સ્થાન જાણો કેમ ?
Advertisement