અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેમિકલનો જથ્થો કયાંથી આવ્યો અને તેમાં કોણ કોણ સામેલ છે તે તપાસનો વિષય બન્યો છે. હાલ તો ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં પી.આઇ. પી.એન. પટેલ, પી.એસ.આઇ. એમ.આર.શકોરિયા અને તેમની ટીમે મળેલ ચોકકસ બાતમીનાં આધારે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જામનગર ટ્રાન્સપોર્ટ કંપનીમાં ગોધરા ખાતેથી ખોટા બિલ આધારે શંકાસ્પદ કેમિકલ આવતો હોવાની બાતમી આધારે જામનગર ટ્રાન્સપોર્ટનું શંકાસ્પદ કેમિકલ કિં.રૂ. 1,74,600 નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે આરોપી સરફરાઝ સમુન કાલુ રહે.મદીના સોસાયટી, ગોધરાને ઝડપી પાડી વધુ તપાસ એસ.ઓ.જી. પોલીસ કરી રહી છે.
Advertisement