Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ટ્રાફિક સ્કવોર્ડમાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ એવા પોલીસ કર્મચારીનું કોરોનાનાં કારણે થયેલ નિધન : પોલીસે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપ્યું.

Share

ભરૂચ પોલીસતંત્રમાં કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મચારી તરીકે ખ્યાતિ પ્રાપ્ત એવાં ભરૂચ શહેર ટ્રાફિક સ્કવોર્ડમાં ફરજ બજાવતા શ્રી ધર્મેશભાઈ શંભુભાઈ પટેલ એ.એસ.આઇ. ઉં.વ. 53 પોલીસ વિભાગમાં એક ઉમદા કર્મચારી તરીકે ખ્યાતિ પ્રાપ્ત હતા. તેઓ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા. કોરોના સંક્રમણનાં પગલે તા.3-9-2020 નાં રોજ તેઓનું દુ:ખદ નિધન થયું છે. સ્વર્ગીય ધર્મેશભાઈ પટેલની કારકિર્દી ખૂબ જ સફળતા પૂર્વક ભરેલી હતી. તેઓ પોલીસ વિભાગમાં વર્ષ 1989 માં ભરતી થયા હતા. ભરૂચ જીલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અને છેલ્લે ટ્રાફિક શાખામાં તેમને સફળતા પૂર્વક ફરજ બજાવી હતી. તેઓને તા.21-8-2020 ના રોજ કોવિડ – 19 નું સંક્રમણ થતાં સારવાર અર્થે ઓર્ચિડ હોસ્પિટલ તથા વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં 25-8-2020 સુધી સારવાર લીધા બાદ ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં કોરોના જેવી મહામારી સામે લડતા લડતા તેઓનો સ્વર્ગવાસ થયો હતો. તેમની અણધારી વિદાયનાં પગલે ભરૂચ પોલીસતંત્રમાં ઘેરા શોકની લાગણી ફેલાય ગઈ છે. તેઓને પોલીસતંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું હતું. ભરૂચ પોલીસ પરિવાર દ્વારા સ્વર્ગસ્થના પરિવારજનોને સાંત્વના આપી હતી. પોલીસ અમલદારોએ જણાવ્યુ હતું કે સ્વર્ગીય ધર્મેશભાઈ જેવા કર્તવ્યનિષ્ઠ કર્મચારીએ પોલીસતંત્રનાં સૈનિક તરીકે આદર્શ ભૂમિકા કરી હતી. પ્રાઉડ ઓફ ગુજરાત પરિવાર સ્વર્ગીય ધર્મેશભાઈ પટેલને હદયપૂર્વકની શ્રધ્ધાંજલી પાઠવે છે.

Advertisement

Share

Related posts

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

હોસ્પિટલમાં સૂતેલા મનમોહન સિંહને જોઈને ગુસ્સે થઈ દીકરી, કહ્યું – મારા પેરન્ટ ઝૂના જાનવર નથી

ProudOfGujarat

ભરૂચ કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ ને અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!