ભરૂચ નજીકથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદથી મુંબઈ અને દિલ્હીથી મુંબઈ વચ્ચેનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પર કેટલાય દિવસથી મસમોટા ઊંડા ખાડા પડયા છે. આ અંગે તંત્રનું અનેકવાર ધ્યાન દોરવા છતાં આટલા મહત્વનાં ધોરીમાર્ગ અંગે સમારકામની કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડા હોય ત્યાં વાહન ધીમા પડી જાય છે આજ કારણોસર ટ્રાફિકજામની સમસ્યા શરૂ થઈ જાય છે. વાહનોની કટાર કોઈવાર ભરૂચથી નબીપુર તરફ 5 કી.મી. તો કોઈવાર 7 કી.મી. જેટલી લાંબી કટારો થઈ જાય છે. તે સાથે ઝાડેશ્વર ચોકડીથી ભરૂચ તરફ આવવાનાં રસ્તા પર પણ ટ્રાફિકજામ હોય છે.
Advertisement