સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા વિસ્તારના ખેડૂતોના ઉભા પાક પણ વરસાદમાં ધોવાયા છે આ પાકોના યોગ્ય વળતર માટે ખેડૂતો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આજે નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ડેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોમાં જેવા કે કણજી, વાંદરી, માથાસર, સુરપાન, દુમખલ, કોકમ, ચોપડી સહિતના ગામોમાં ચોમાસા દરમિયાન ખૂબ જ વધારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને 155 હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોનું પાક નુકસાન થયું છે. કોરોના વાયરસના કારણે મંદીનો માહોલ વધુ હોવાના કારણે ખેડૂતોને ખર્ચ કરીને વ્યાજ દરે મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદી કરી વાવણી કર્યા બાદ ખેડૂતોને 80 થી 85 દિવસના પાકો જેવા કે મકાઈ, જુવાર, બાજરી, ડાંગર, તુવેર જેવા પાકનું 90 ટકા પાકોને નુકસાન થયું છે. જેના કારણે ખેતી આધારીત જીવન ગુજારતા ખેડૂતોને ખૂબ જ ગંભીર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આથી આપ સાહેબને નમ્ર અરજ છે કે ખેડૂતોને પાક નુકશાનનું વળતર મળે તે માટે આપને આવેદનપત્ર આપી રજૂ કરીએ છીએ. ભરત તડવી વધુ જણાયું હતું કે આમારા પૂર્વ વિસ્તારના પાંચ ગામોની અંદર વર્ષોથી ચાલતો ખુબ જ ગંભીર અને સળકતો પ્રશ્નોનો પુલને રસ્તાનો છે આજે એ જગ્યા ઉપર પુલ અને રસ્તા પ્રમાણમાં ન હોવાના કારણે આજુબાજુના ખેડૂતો એકબીજાના સંપર્ક વિહોણા થયા છે. આઠ હજાર ત્રણ સો જેટલા ખેડૂતો પાંચ ગામના લોકો આજે ચોત્રીસ દિવસો થયા છે એ ગામોની અંદર એકબીજાના અડોસ પડોશ એકબીજા ગામમાં જઈ શકતા નથી. પુરનાં કારણે કણજી ગામાંથી સૌથી મોટા પ્રમાણમાં વહેતી મોટા પ્રવાહની દેવ નદી આવેલી છે એ દેવ નદી ત્રણ રસ્તાઓ પરથી પસાર થાય છે. ત્યાં સૌથી નાના કોઝવે આવેલા છે એક કોઝવે આ ચોમાસામાં ચાર મહિના દરમિયાનમાં ત્રણ મહિના સુધી કોઝવેની ઉપરથી પાણી જતું હોય છે ત્યાં પાંચ ગામમાં બાવીસ સગર્ભા બહેનો છે એ બાવીસ સગર્ભા બહેનનો ડીલેવરીનો કેસ ૧૮ થી ૨૨ કિલોમીટર દૂર આવેલા પી એસ સી સેન્ટર પર લઈ જવા માટે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સારવાર કે તબીબી સારવાર કોઈ સારવાર નજીક કેન્દ્ર નથી ત્યાંથી ૧૮ થી ૨૨ કિલોમીટરથી પી એસ સી પીપલોદ પાસે આવતા ઓછામાં ઓછા બે કલાક ચાલતા આવતા લાગે છે તો એના કારણે 22 સગર્ભા બહેનોમાંથી 2 બહેનો જે એવા કેસ બન્યા કે એમની ડિલિવરી રસ્તામાં પી એસ સી સેન્ટર નજીક આવતા ડિલિવરી થઈ છે. મારે એક જ વસ્તુ કેવી છે સરકારને અને સ્થાનિક પ્રતિનિધિઓને કેવું છે જે કોઈ આઠ હજાર ત્રણ સો આ ગામના ખેડૂતો છે તે પણ ભારતીય દેશના નાગરિક છે અને નાગરિકતા ધરાવે છે આજે ૭૩ વર્ષ થયું થયું છે જે વર્ષની અંદર દેશ આઝાદ થયો છે પણ છતાં પણ ત્યાંના લોકોને આજ પરિસ્થિતિ દર વર્ષે રડવાનો મોકો મળે છે. દર વર્ષે એમને રડવું પડે છે કેમ આજે ચાલુ સરકારો પ્રતિનિધિઆ પરિસ્થિતિ જોતા નથી આજે આ પરિસ્થિતિ સ્થાનિક સમાજના પ્રતિનિધિઓ છે અને આજે સરકાર અગર આ સ્થાનિક ગામો વિશે નજર અંદાજ કરયો હોત ક્યાંકને ક્યાંક વિકાસ થયો હોત પણ આજે પણ ત્યાંની મહિલા બહેનો મહિલા સશક્તિકરણ ડિજિટલ ઇન્ડિયા સૌનો સાથ સૌનો વિકાસ ઘણી બધી ભારત દેશની અંદર અને ગુજરાત રાજ્યની અંદર યોજના ચાલે છે પરંતુ આ યોજનાઓ ત્યાં કેમ અમલ થતી નથી, ત્યાં કેમ સગર્ભા બહેનોને મહિલાને સશક્તિકરણની આટલી બધી હાડમારી વેઠવી પડે છે. સરકારને અને સ્થાનિક પ્રતિનિધિઓને એક આદર પૂર્વક રિકવેસ્ટ છે આ પરિસ્થિતિનો કોઈ પણ સંજોગમાં આનું એક નિવારણ લાવે કેમ કે અત્યાર સુધી આ સમસ્યાનું કોઈ સમાધાન નથી આવ્યું વારંવાર આવેદનપત્ર આપીને રજુઆત કરી છે પણ આનું કોઈ સમાધાન થતું નથી. આવનારા દિવસોમાં આનો યોગ્ય જવાબ નહીં મળે અમે સ્થાને સર્વે સાત ગામના ખેડૂતો અને યુવાઓ સાથે મળીને અમે આવનાર દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરીને અમે જવાબ માંગવાનો અપીલ કરીશુ. અમારા અત્યારે પણ આ સાત ગામમાં હજુ પણ ડિજિટલ 5 જી નેટવર્ક જેવો કે કોઈ પણ પ્રકારનું નેટવર્ક કનેક્ટિવિટી નથી. આજે ડિજિટલ ઇન્ડિયાના અભિયાસ અંતર્ગત ગુજરાત સરકારે ભારત સરકારે ઓનલાઈન અભ્યાસનો વિષય મૂક્યો છે ત્યારે અમારા બાળકો નું શું એનો કોઈ પણ હજી સરકાર પાસે કોઈ જવાબ નથી. મારી અપીલ છે કે આ બધી પ્રાથમિક સુવિધાઓ દરેક ભારતમાં દેશમાં સુવિધા ઉપલબ્ધ થતી હોય તો અમારા ૭ ગામમાં નુકસાની અને પ્રાથમિક સુવિધા નું સમાધાન નથી થયું એનું શું એના પર સરકાર અવ્સ્ય વિચારે અને આનો જવાબ ટૂંક સમયમાં અમારા સ્થાનિક ખેડૂતો અને યુવાનોને આપે એવી હું સરકારને વિનંતી કરું છું.
રિપોર્ટર આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
ભરૂચ : ડેડીયાપાડાનાં પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ પડતા ખેડૂતોનાં પાકોને નુકસાન અંગે વળતર આપવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement