ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નર્મદા ડેમમાં રોજનું લાખો કુયુસેક પાણીની આવક આવતી રહી છે. સરદાર સરોવર ડેમમાંથી રોજ લાખો કુયુસેક પાણી છોડવામાં આવે છે પણ ડેમનાં આસપાસનાં ગામોમાં અને ખેતરમાં પાણી ભરાય જવાથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. નર્મદા ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડતા નર્મદા રિવર ડેમને કારણે ગરડેશ્વર તાલુકાના સ્ટેચુ ઓફ યુનિટીના અસરગ્રસ્ત જેમાં મોટા પીપરિયા, ગભાણા, વસંતપરા વગેરે આજુબાજુના ગામોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સ્થાનિક લોકો ખૂબ પરેશાન અને મુશ્કેલીમાં છે એવા સંજોગોમાં ખૂબ આકરા વરસાદમાં પણ લોકોની ખબર પૂછવા અને પરિસ્થિતિનું નિરિક્ષણ કરવાં માટે નર્મદા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હરેશભાઇ વાળંદ, તાલુકા સદસ્ય સંજયભાઈ તેમજ નરેશભાઈ સોલંકી સાથે નાંદોદના ધારાસભ્ય પી. ડી વસાવા સાહેબ મુલાકાત લીધી હતી અને જેને પણ નુકસાન થયું છે એને સરકારમાં રજુઆત કરવા માટે ખાતરી આપી હતી અને બીજી તરફ નાંદોદના ધાનપોર ગામ પાસે નર્મદા અને કરજણ નદી ભેગી થાય છે ત્યારે નદીઓમાં પાણી છોડવાથી કેળા, પપૈયા, કપાસ, દીવેલા, મગ, તુવેર, શેરડી વગેરે પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે. ઉપરાંત ખેતરમાં પાણી માટે નાંખેલી દ્વીપ લાઈન પણ તણાઈ જતા વધુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવા એવા અસરગ્રસ્તો ખેડૂતોને ખેતરોના શેઢા ખુંદી, ખેતરોની કેડીએ જઇ નિરિક્ષણ કરી ખેડૂતોને સાંત્વના આપી. ખેડૂતોને વળતર આપવા માટે મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને રજુઆત કરશે એવું આશ્વાસન આપ્યું હતું.
આરીફ જી કુરેશી, રાજપીપળા
રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નીચલા વિસ્તારમાં પાણી ભરાતાં ખેડૂતોનાં પાકને નુકસાન થતા નાંદોદનાં ધારાસભ્ય પી.ડી વસાવાએ અસરગ્રસ્તોને મુલાકાત લીધી.
Advertisement