કોરોના કાળના ગ્રહણ વચ્ચે અન્ય તહેવારોની જેમ ગણપતિ ઉત્સવ પણ કોઈ ધામધૂમ વગર જ ઉજવાયો છે. છેલ્લા દસ દિવસથી ઘરે ઘરે બેસાડેલી ગણપતિ બાપાની પ્રતિમાઓનું મંગળવારે એટલે વિસર્જન પણ કોઈ ધામધૂમ વગર, કોઈ વિસર્જન યાત્રા વગર ઘરે ઘરે જ કર્યું હતું. તેમજ દસ દિવસથી ભાવ પૂર્વક પૂજા કરનારા ભાવિક ભક્તો “ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના” નાદ સાથે ભરે હૈયે વિદાય આપી હતી. પ્રતિ વર્ષ હજારોની સંખ્યામાં માર્ગો પર ગણેશ ભક્તો ઢોલ – નગારા, અબીલ – ગુલાલ, ડીજે કે ટેમ્પામાં સરઘસ દ્વારા આનંદ ભર્યા ઉલ્લાસથી નાચ નાચીને વિસર્જન યાત્રામાં જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના કાળે તમામ તહેવારની રોનક ઉડાડી દીધી છે. આ વર્ષે સાદાઈથી તેમજ સુમસામ માહોલમાં ઘરની અંદર ગણેશ ભક્તોએ વિસર્જન કર્યું હતું. આ વર્ષે ગણેશની મૂર્તિનું ઘરની અંદર કુંડમાં કે મોટા ટબમાં તેમજ અંબાજી મંદિરના પટાંગણ વિસર્જન કરવામાં આવ્યું હતું.
માંગરોળ તાલુકાનાં વાંકલમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રસ્તાઓ પર ગણપતિ વિસર્જન યાત્રાની ધામધૂમ દેખાય નહિ.
Advertisement