પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રોડ ઉપર પડેલ મોટા ખાડાઓ તૂટી ગયેલા રોડ જેને કારણે પ્રજાને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા ગોધરા સામે મોટી સંખ્યામાં બેનરો પોસ્ટરો ઝંડાઓ સાથે સોશિયલ ડિસ્ટન્સથી વિરોધ પ્રદર્શન કરી નગરપાલિકાની બેદરકારી સામે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરી સમસ્યાઓના નિરાકરણ માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ગોધરા શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરના રોડ રસ્તા ઉપર પડી ગયેલા ખાડા વિરોધમાં બેનરો અને પોસ્ટરો સાથે સુત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું. પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભટ્ટીએ નગરપાલિકા પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. જેથી રોડ ધોવાઇ ગયા છે. તેમ છતાં પણ પાલિકાના સત્તાધીશો નબળા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે.ગોધરા શહેરમાં રોડ રસ્તાની ખૂબ જ ભૂંડી હાલત થઇ છે. ગોધરા શહેરના મોટાભાગના રોડ રસ્તા ખૂબ જ જર્જરીત થઇ ગયા છે. ઉબડ – ખાબડ રોડને લીધે નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે ગોધરા શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડના ખાડાના વિરોધમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરી રોડની વહેલી તકે કામગીરી કરવામાં આવે તે માટે રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉબડ ખાબડ રોડને લીધે અકસ્માતો પણ સર્જાતા હોવાથી લોકો ત્રસ્ત છે. આ કાર્યકરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી નગરપાલિકા કોંગ્રેસના નેતા આબિદ શેખ, મ્યુનિસિપલ કોર્પોરેટર સભ્ય નસીમ બાનું પ્રદેશમંત્રી રફીક તિજોરીવાલા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડીનેટર સાજીદ વલી, રાજેશભાઈ હડીયલ, પ્રિયંકાબેન પરમાર, કમલેશ ચૌહાણ, યુસુફભાઈ શેખ, સન્નીભાઈ શાહ, ઉમેશ શાહ, સમીર ખાન સહિત નગરપાલિકાના સભ્યો કોંગ્રેસ હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા શહેરમાં વરસાદથી પડેલા ખાડાઓને લઈને કોંગ્રેસનું નગરપાલિકા તંત્રને આવેદન.
Advertisement