ભરૂચ જીલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હતો તેવામાં પૂરનું સંકટ પણ ચાલી રહ્યું હતું ત્યારે વહીવટીતંત્ર, પોલીસતંત્ર વગેરેએ બે મોરચે ધ્યાન રાખવાની પરિસ્થિતી સર્જાય હતી. પરંતુ વરસાદે આંશિક વિરામ લેતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી છે. સતત એક મહિના કરતાં વધુ સમયથી વરસાદ વરસતા ખેડૂતોનાં ખેતરોમાં ધૂંટણ સમા પાણી ભરાય ગયા છે ત્યારે વરસાદે વિરામ લેય તેની રાહ જોઈ રહ્યા હતા કુદરતે ખેડૂતોની વાત સાંભળી હોય તેમ વરસાદે વિરામ લીધો છે. આજે તા.1-9-2020 નાં રોજ સવારે 6 કલાકે પૂરા થતાં 24 કલાક દરમ્યાન હવામાન ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકામાં 17 મી.મી., નેત્રંગ તાલુકામાં 21 મી.મી., વાગરા તાલુકામાં 5 મી.મી. વરસાદ વરસ્યો હતો.
Advertisement