સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સતત વધી રહી હતી. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની એલર્ટની સપાટી 22 ફૂટ અને 24 ફૂટની ભયજનક સપાટી હોવાથી તે વટાવતા ભરૂચ જીલ્લાનાં લોકો, વહીવટીતંત્ર અને રાજય સ્તર સુધી તમામનું ધ્યાન નર્મદા નદીની સપાટી પર કેન્દ્રિત થયું હતું. તેવામાં રાત્રિના 12 વાગ્યે નર્મદા નદીની સપાટી 34.96 ફૂટ થઈ હતી. તેથી 35 ફૂટ સપાટી થતાં અટકી હતી. ત્યારબાદ સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. આજે સવારે 6 કલાકે નર્મદા નદીની સપાટી 34.77, 8 કલાકે 34.44 અને 10 વાગ્યે 34.44 સ્થિર રહી હતી તેથી હવે સપાટી વધે તેની સંભાવના ઓછી હોવાનું તંત્રએ જણાવ્યુ હતું. તેમ છતાં તંત્રએ હજીપણ પણ સપાટીમાં વધઘટ ચાલુ રહે તેવી સંભાવના છે તેમ કહ્યું હતું.
Advertisement