નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતી સર્જાય છે. ત્યારે નર્મદા નદીની જળ સપાટી સતત વધતાં ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારોમાં નદીનાં પાણી ભરાય ગયા છે, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીય દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ભરૂચનાં ફુરજા, ચાર રસ્તા, દાંડિયાબજાર, કસક ઝુંપડપટ્ટી વિસ્તારમાં પૂરનાં પાણી ભરાયા છે. જેના કારણે લોકો નીચે ચાલી શકતા નથી જેથી બજારમાં હોડીઓ ફરી રહી છે. ત્યારે અત્યાર સુધી કુલ 4120 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Advertisement