નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ડેમની જળ સપાટી 31 ઓગષ્ટ 2020 ના રોજ સવાર 10:30 કલાકે 132.63 મીટર નોંધાઇ છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 10 લાખ કયુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ત્યારબાદ સતત નર્મદા બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સવારે 10:30 કલાકે 10 લાખ ક્યુસેક કરતા જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે. ડેમમાં પાણીની આવક 10 લાખ 63 હજારથી વધુ તેમજ જાવક 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. RBPH તેમજ CHPH વીજ મથકો શરૂ કરાયા છે જેમાંથી હજારો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ઉપરાંત રોજ કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડતા ત્રણ જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા તેમજ આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ ભારે નુકશાન થવાની ભીતિ છે.
રિપોર્ટર આરીફ જી કુરેશી