પુરા ભારતમાં હઝરત ઈમામ હુસૈનની યાદીમાં મહોરમનુ ઝુલુસ નીકળે છે ત્યારે હાલ હોરોના મહામારીને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામા મહોરમ પર્વની ઉજવણી સાદગીથી કરવામાં આવી હતી
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે મહોરમની સાદગીથી ઉજવણી સરકારશ્રીના ગાઈડલાન મુજબ કરવામાં આવી હતી ત્યારે દર વર્ષે ધામધૂમથી ઈમામ હુસૈનની યાદીમાં તાજીયા રૂપી લીંબડી શહેરમાં ઝુલુસ નિકળતું હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને છેલ્લા એક માસની મહેનતથી માતમ ચોક યંગ કમીટીએ ઝગમગતા મહોરમ તૈયાર કર્યો હતા ત્યારે આજે આ મહોરમ લીંબડી ઘાંચી સમાજની મસ્જિદ રાખી સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી આ મહોરમ પર્વ હઝરત ઈમામ હુસૈન રદની સહાદત અને યાદગીરી સ્વરૂપે માતમ મનાવવામાં આવતો તહેવાર છે અને જેઓની યાદમાં મહોરમ સ્વરૂપે ઈમામ હુસૈન યાદ કરવામાં આવે છે ત્યારે આ પર્વની આ વર્ષે સાદગીથી ઉજવવામાં આવ્યો હતો આજ રોજ મહોરમના દર્શન કરવા હિન્દુ મુસ્લિમ બિરાદરો આવ્યા હતાં ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનુ પ્રતિક જોવા મળ્યું હતું ત્યારે આ મહોરમ બનાવવામાં માતમ ચોક યંગ કમીટીના પ્રમુખ હકાશા અને ઉપપ્રમુખ ખાલીદભાઈ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતા.
કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર