ચોમાસાની ઋતુની શરૂઆત થવાની સાથે જ પશુઓમાં પણ રોગચાળો ફેલાય રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢાનો રોગ ભેંસોમાં જણાયો હતો. જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢા જેવા ચેપી રોગ ફેલાતા પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાય રહી છે તે સાથે જ અત્યારસુધી આશરે 15 કરતાં વધુ ભેંસોનાં ગળસુંઢા જેવા ચેપી રોગનાં પગલે મોત નીપજયાં હોવાનું જાણવા મળેલ છે. જીલ્લાનાં પશુ આરોગ્યતંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.
Advertisement