ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડતા પહેલા તંત્ર દ્વારા નદી કિનારાનાં વિવિધ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. ગતરોજ તા.28-8-2020 નાં સાંજના સમયથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરતાં 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હજી પણ વધુ પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે. હાલ બપોરે 12 વાગ્યાનાં સુમારે સરદાર સરોવર ડેમની સપાટી 131.25 હોવાનું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યુ હતું. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સવારે 8 કલાકે નદીની સપાટી 8.25 ફૂટ, 10 કલાકે 9 ફૂટ અને 12 કલાકે 10 ફૂટની સપાટી નોંધાય હતી.
Advertisement