ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા વારંવાર પત્ર લખી ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચાર અંગેની વિગતોનો પર્દાફાશ કરે છે ત્યારે હાલ તેમણે આદિજાતિ વિભાગ દ્વારા ગુજરાત પેટર્ન યોજના હેઠળ સ્વનિર્ભર નર્સિંગ તાલીમ વર્ગો અને સેનેટરી ઇન્સ્પેક્ટર તાલીમ વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાં ગેરરીતિ થતો હોવાનો આક્ષેપ કરેલ છે. પત્રમાં જણાવ્યા મુજબ વિવિધ કૌશલ્ય યુકત સ્વરોજગાર માટે વિદ્યાર્થીઓ પાસેથી અસલી પ્રમાણપત્ર મેળવી લઈ તાલીમ આપ્યા વિના સ્કોલરશિપ અપાતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે તા.27-8-2020 નાં રોજ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાજયપાલને તેમજ મુખ્યમંત્રીને પત્ર લખેલ છે અને સ્કોલરશિપમાં ચાલતી ગેરરીતિ અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. નર્મદા જીલ્લામાં વર્ષોથી તકેદારી અધિકારી તરીકે ફરજ બજાવતા મદદનીશ કમિશનર ગરાશિયા દ્વારા દક્ષિણ ગુજરાતનાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ વગેરે જીલ્લાઓમાં વિશ્વ કલ્યાણ માનવસેવા સંસ્થાને કામગીરી સોંપીને અનુદાન ફાળવી સ્કોલરશિપ તથા સ્ટાઇપંડનાં નામે ઉચાપત કરાતી હોવાનો આક્ષેપ પણ તેમણે કરી રાજયપાલ અને મુખ્યમંત્રીને યોગ્ય તપાસ કરવા માંગ કરેલ છે.
ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સ્કોલરશિપમાં ગેરરીતી થતી હોવાનો આક્ષેપ કરી મુખ્યમંત્રી અને રાજયપાલને પત્ર લખી તપાસ કરવા માંગ કરી.
Advertisement