ભારતીય વિદ્યા ભવન મુંબઇ દ્વારા દર વર્ષે વૈશ્વિક સ્તરે એક સંશોધન પેપર ‘સંબોધ’ પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં આખા ભારતમાં તેમજ વિદેશમાં સ્થિત વિવિધ ભવન્સની શાળાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી શ્રેષ્ઠ અને અનોખી શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશેની માહિતી પ્રકાશિત થાય છે. અમે તમને જાણ કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે આ વર્ષે સંશોધન પેપર ‘સંબોધ’માં આપણી શાળામાં થનારી વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપણા માટે ખૂબ ગર્વ છે, કારણ કે આ દ્વારા આપણી શાળાને રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે.આપ સૌના વિશિષ્ટ સહયોગ અને સહકારથી શક્ય બનેલી આ સિધ્ધિ બદલ અમે તમારા આભારી છીએ.આ સાથે, અમે ભારતીય વિદ્યા ભવન્સ દ્વારા પ્રકાશિત સંશોધન પેપર ‘સંબોધ’ની નકલ વિદ્યાર્થીઓને વોટસએપથી મોકલી હતી. વિદ્યા ભવનના આચાર્ય શ્રી વૈભવ અગ્રવાલે સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.
વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ, સુરત.
વાંકલ : માંગરોળ તાલુકાનાં નાની નારોલી જી.આઈ.પી.સી.એલ ખાતે આવેલી ભારતીય વિદ્યા ભવન શાળાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિશેની માહિતીનો સમાવેશ મુંબઈની ભારતીય વિદ્યાભવન “સંબોધ “માં નોંધ લેવામાં આવી.
Advertisement