ભરૂચ સિવિલ હોસ્પિટલ તેના કારભાર માટે વારંવાર વિવાદમાં રહે છે ત્યારે ફરી એકવાર સિવિલ હોસ્પિટલનાં વીજ પુરવઠાને લઈને વિવાદમાં આવી ગઈ છે. હોસ્પિટલનું આધુનિક એવું ટ્રાન્સફોર્મર ખોટકાય ગયું છે. જેથી 3 દિવસથી જનરેટર પર સિવિલ હોસ્પિટલનાં લાઇટ અને પંખા કાર્યરત છે જેથી તેને વેન્ટિલેટર પર ચાલતા કારભાર તરીકે લોકોમાં ચર્ચાય રહ્યું છે. જનરેટરમાં ડીઝલ નાંખવા માટે સિવિલ હોસ્પિટલનાં સર્જનની ઇનોવા કારનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
ચારેબાજુ વિજતંત્ર ખોટકાતા ડીઝલનાં ખર્ચનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. વીજ પુરવઠો ખોરવાઈ કેમ ગયો અને તેને કઈ રીતે વ્યવસ્થિત રીપેર કરાવી શકાય તેવા મુદ્દાઓને ધ્યાનમાં ન રાખી ડીઝલ પાછળ જંગી ખર્ચો થઈ રહ્યો છે.
Advertisement