Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગણેશ સુગર સામેના આક્ષેપો બાબતે તપાસ સમિતિએ અહેવાલ ખાંડ નિયામકને પહોંચાડ્યો.

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ખાતે આવેલ ગણેશ સુગરના વહિવટકર્તાઓ સામે ગણેશ સુગર બચાવ સમિતિએ કરેલા આક્ષેપોની તપાસ કરવા ખાંડ નિયામક દ્વારા તપાસ સમિતિની નિમણુક કરવામાં આવી હતી.આ તપાસ સમિતિએ તેનો અહેવાલ ખાંડ નિયામકને સુપરત કર્યો હોવાની વિગતો સામે આવી છે.મળતી વિગતો મુજબ વિવાદ સંબંધી ૨૪ જેટલા મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી,જે પૈકી ૧૨ મુદ્દામાં સુગર ફેક્ટરીના વહિવટકર્તાઓની જવાબદારી નક્કી કરવા ભલામણ કરી છે.તપાસ સમિતિ દ્વારા તેનો હેવાલ તા. ૬ ઓગસ્ટના રોજ રજુ કરાયો હતો.તપાસલક્ષી વિવિધ મુદ્દાઓમાં કિંજલ કેમીકલ સાથે પરવાના વિના વેપાર કરવા બાબતે,સંગ્રહની ક્ષમતા કરતા વધુ કેમિકલ પહોંચાડવા બાબત, કિંજલ કેમિકલને ઓછા ભાવે વેચવા બાબતે, જ્યારે કે વધુ ભાવ મળતા હોવા છતાં અને આ બાબતને ચેરમેનની અંગત જવાબદારી ગણવામાં આવે, ઉપરાંત રાજસ્થાન દ્વારા સાતેક કરોડની ચુકવણી રોકીને રૂ.એક કરોડનો દંડ ફટકાર્યો તે સંદર્ભમાં કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય ચેરમેન સામે જરૂરી કાર્યવાહી કરવા પણ આ હેવાલમાં ભલામણ કરવામાં આવી છે.નવસારી જિલ્લાના મરોલી ખાતે આવેલ મરોલી સુગરમાં ગણેશ સુગરના સભાસદોની જે શેરડી પીલાણ માટે આપવામાં આવી હતી તેની નવ લાખ રૂ.જેટલી રકમ હજી ચુકવાયા વિનાની હોઇ,તેની વ્યાજ સાથે વસુલાત કરવા કાર્યવાહી કરવા અને આ બાબતે દાખવવામાં આવેલ બેદરકારી માટે ચેરમેન પ્રત્યે કાર્યવાહી કરવા પણ હેવાલમાં ભલામણ કરવામાં આવી છે.વધુમાં જણાવાયા મુજબ મેન્ટેનન્સ અને વિસ્તરણના નામે કરોડોનો ખર્ચો કરીને જુની મશીનરી ફીટ કરવામાં આવી હોવાનુ તેમજ પાંચેક વર્ષો દરમિયાન મિલકતો બાબતે રૂ.૨૦ કરોડ જેવો ખર્ચ કરાયો હોઇ તે માટે જરૂરી મંજુરી લીધેલ નથી.મંડળી દ્વારા ચાલતો પેટ્રોલ પંપ બંધ કરીને સદર જગ્યા બીજા કોઇને પેટ્રોલ પંપ ચલાવવા આપી હોવાથી તે બાબતે ૧૪ – ૧૫ ના વર્ષના બોર્ડને જવાબદાર ગણવા સંબંધી પણ ભલામણ કરવામાં આવી છે.વધુમાં જણાવાયા અનુસાર ખેડૂતોના નામે લોન લઇને મંડળીએ અંગત ઉપયોગ માટે વાપરી હોવાનું જણાયુ હતુ.અને ખેડૂતોની જાણ બહાર આ થયુ હોઇ તે વખતના ચેરમેન અને મેનેજરને આ માટે જવાબદાર ગણવા પણ ભલામણ કરવામાં આવી છે.હાલના ચેરમેન દ્વારા અંગત સગાઓની ભરતી કરવામાં આવી હોઇ નિયમોનો ભંગ કરાયો હોવા ઉપરાંત જુના કર્મચારીઓના ભોગે તેમને કાયમી લાભ આપવા બાબતે જરુરી મંજુરી લેવામાં આવી ન હોઇ તે બાબતે બોર્ડને જવાબદાર ગણવા પણ ભલામણ કરવામાં આવી છે.જ્યારે વધુમાં મળતી વિગતો મુજબ કેટલાક મુદ્દાઓ હાઇકોર્ટમાં વિચારણા હેઠળ હોવાથી તપાસ સમિતિએ તે સંબંધે કોઇ ટીપ્પણી કરી નથી.આમ ગણેશ સુગર બચાવ સમિતિ દ્વારા કરાયેલા આક્ષેપોને પગલે તપાસ સમિતિ નિમાતા જિલ્લાના સહકારી ક્ષેત્રે સન્નાટો જોવા મળે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

પાટણ જિલ્લાના રાધનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા

ProudOfGujarat

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ ગડખોલ પાટિયા પાસે ભાજપ દ્વારા સાંસદ મનસુખભાઇ વસાવા ના અંતર્ગત જનસંપર્ક યાત્રાનો આરંભ કરાયો

ProudOfGujarat

 દયાદરા ના અકસ્માત નો ભોગ બનનારા ઓ ની વ્હારે ગોધરા નુ પ્રતિનિધિ મંડળ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!